Skip to main content
Raman Soni

Raman Soni

જન્મ : 7.7.1946 વિશિષ્ટ માહિતી 1970-1971માં પેટલાદની આર્ટ્ સ એન્ડ સાયન્સ કૉલેજમાં. 1971થી 1988 સુધી ઈડર કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. 1989માં મ.સ.યુનિવર્સિટીમાં અધ્યાપક, રીડર અને પ્રોફેસર, હાલમાં નિવૃત્ત. ‘પ્રત્યક્ષ’ સામયિકના સંપાદક. એમનાં સર્જન વિશે ...રમણ સોનીના વિવેચનમાં નથી ભાષા - શબ્દોની ભરમાર કે નથી શબ્દરમતની વિચારમય ઝાકમઝોળ. સરળ, સુરેખ અને સીધી ગતિ પકડતાં એમના વિવેચન વિચારો માત્ર સમીક્ષા ન બની રહેતા આસ્વાદની છટા પણ પ્રગટાવે છે. તર્કબદ્ધ વાક્યરચનાઓ, સ્થૂળ માહિતીની સૂક્ષ્મ તરફની ગતિ અને ક્યારેક ભાવવિભોરતામાં સરી જવાની એમની લાક્ષણિકતાઓ વર્તમાન વિવેચકગણમાં તેમને આગવી ઓળખ બક્ષે છે.

8 books

Books